રચનામાં તમને
રચનામાં તમને
પ્રેમથી લખું છું રચનામાં તમને
લાગણીથી લખું છું રચનામાં તમને,
શબ્દથી શણગારું છું રચનામાં તમને
કલમથી કંડારું છું રચનામાં તમને,
મિત્રથી મઢાવું છું રચનામાં તમને
તસ્વીરથી તૈયાર કરું છું રચનામાં તમને,
વિચારોથી વહેવડાવું છું રચનામાં તમને
જ્યોતથી જલાવું છું રચનામાં તમને,
જીવનમાં ઉતારું છું રચનામાં તમને
જીવનને શણગારું છું રચનામાં તમને.

