STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

પરમ સ્પૃહા

પરમ સ્પૃહા

1 min
486


ખુદને ઓગાળી શૂન્ય થયા તારી યાદમાં,

નથી હવે કોઈ વજૂદ અમારી ફરિયાદમાં.


ન કોઈ અણસાર અંતરને આગમનનો,

ને યાદની ઈંટ બન્યા પ્રેમની બુનિયાદમાં.


સાતત્ય સુમિરન શ્વાસે શ્વાસે સવાયું,

ભાષા પ્રીતિની ઉકેલી ધબકતા રીયાઝમાં.


ઉઠી અંગડાઈ લઈને તડપ મિલનની,

એનું આગમન હવે અટવાયું શાયદમાં.


સ્પંદનો સ્નેહના થાય મહેસૂસ હવામાં,

દિલ મુંઝાયું અહેસાસોના વાદવિવાદમાં.


એક "પરમ" સ્પૃહા તારા નીતરતા સ્નેહની,

કોરા રહી ગયા અમે આ "પાગલ" વરસાદમાં.


Rate this content
Log in