તને રંગી દવ રંગથી...
તને રંગી દવ રંગથી...
આ ખુશીનો અવસર ઉજવી દવ ઉમંગથી,
લાવ જરા તારા દલડાને તો રંગી દવ રંગથી,
હૈયે હામ ભરીને ભર્યા છે રંગો હથેળીમાં,
સમીપ રે મારી હું રંગાઈ જાવ તારા સંગથી,
હળવેકથી હાથ તારો આવી રંગી દે મુજને,
કોણ છે આ નઠારૂ ? બોલાય થોડા વ્યંગથી,
ઝુલ્ફોની પાછળ સંતાય શરમાંતું મેઘધનુષ,
હું પણ વારીને તારી ઝુલ્ફો આવું પ્રસંગમાં,
સખીઓને જોઈ તને થાયઅદેખાઈ એવી,
જાણે સાગરનું સૌંદર્ય નીરખી ઉઠે તરંગથી.

