STORYMIRROR

Mahendra Rathod

Others Romance

3  

Mahendra Rathod

Others Romance

કેમ પાછા વળી ગયા ?

કેમ પાછા વળી ગયા ?

1 min
3.6K


ઉમટી ગયું તોફાન જોઈને તમારું વર્તન,

ના સમજાયું કે આતો કેવું છે પરિવર્તન.


વેદનાઓ ના થર એક પછી એક લાગ્યા,

આતો એવું કે મેઘ વિનાનું મયુરનું નર્તન.


મીંચી આંખ ને સઘળા જવાબ મળી ગયા,

આમ, નજર ફેરવીને તમે કેમ પાછા વળી ગયા ?


હસી લીધું એવું મને મર્મ સમજાઈ ગયો,

પાછા વળ્યા તો પડછાયો શરમાઈ ગયો.


સ્થિર કીકીઓમાં એક નોખો અંજંપો ,

વેદનાનોએ દરિયો હૈયામાં સમેટાઈ ગયો.


ફફડ્યા હોઠ તારાને સઘળા જવાબ મળી ગયા,

આમ, નજર ફેરવીને તમે કેમ પાછા વળી ગયા ?


લેશ માત્ર ધીરજ ના તમે ધરી શક્યા,

દીઠા અમને તોય ના પાછા વળી શક્યા.


ભૂંસી નાખ્યું ચિતરેલું એ બધું એકાએક,

એકરંગ થયા તોય ના તમે ભળી શક્યા.


પગલાં વળ્યાં ને સઘળા જવાબ મળી ગયા,

આમ, નજર ફેરવીને તમે કેમ પાછા વળી ગયા ?


Rate this content
Log in