STORYMIRROR

Kiran shah

Romance

3  

Kiran shah

Romance

ઘાત ના કર

ઘાત ના કર

1 min
589




આમ રોજે રોજ આવી તું નકામા ઘાત ના કર,

હાજરી તારી અહીં ક્યાં છે તું એવા ઘાત ના કર,


આંખમાં પાણી હતાં ને તું મનોમન યાદ આવી,

આહ મારી સાંભળીને તું અઘીરા ઘાત ના કર,


સાંજ રમણી નાર પેઠે આજ પાછી યાદ આવી,

સ્મિત મધુરું હોઠ પર લાવી મધૂરા ઘાત ના કર,


ટેરવાં સૂના થયાં સ્પર્શી નથી સંવેદનાઓ,

સ્પંદનોને રાખ મૂઠ્ઠીમાં ને પાછા ઘાત ના કર,


સ્નેહની બાધા હતી તો, તે વધારી પૂરી કરને,

દિલ અહીં બેકાબુ બનશે, આજ નોખા ઘાત ના કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance