Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahendra Rathod

Others Romance

3  

Mahendra Rathod

Others Romance

આરપાર નીકળી ગયો

આરપાર નીકળી ગયો

1 min
329


વાયરા સંગાથે રમતો તો રમત અથડાવાની,

પડ્યો પડછાયો તારો તો આરપાર નીકળી ગયો.


પગલાનો રણકાર તારો તો સંભળાયો ઓચિંતો,

પગલાં ચાલ્યાં આગળ ને હું પાછો વળી ગયો.


અજવાળી રાત વેરાન થઈને બેઠી'તી એકલી,

અણસાર જણાયો તારો ત્યાં સફાળો થઈ ગયો.


ઉઘાડી બારીઓ આમતેમ વિઝાઇને અથડાત,

ભીતરના અંધારે ઓરડે હૈયામાં ઉજાસ થઇ ગયો.


તૂટીને ભીતરથી વિખરાઈ ગ્યો એકલો અહીંતહીં,

જીવનનો આ સાગર મારો અવતાર થઇ ગયો.


Rate this content
Log in