ચાલ જીવી લઈએ
ચાલ જીવી લઈએ
1 min
404
ચાલ જીવી લઈએ
ચાલ આજ જીવી લઈએ !
ગરજે છે અષાઢના વાદળ
ઝરમર વરસતા વરસાદમાં
ચાલ આજ પલળી લઈએ,
કાગળની હોડી લઈ થોડું રમી લઈએ,
ચાલ આજ જીવી લઈએ !
સાદ સે છે વનમાં ગાતી કોયલ,
એના ટહુકાની મીઠાશમાં તરબોળ થઈ જઈએ,
વડલાની ડાળે થોડું ઝૂલી લઈએ,
ચાલ આજ જીવી લઈએ !
વસંતના વાતા વાયરા,
કરે છે હૃદય પર છાંટા,
એકમેકના મનને આજ ગુલાલથી રંગી લઈએ,
ચાલ આજ જીવી લઈએ !
ગણિતના સરવાળા લાગે સહેલા,
પલાખાં લાગે મને બહુ અઘરા,
સંબંધોના ગુણાકાર કરી લઈએ,
ચાલ આજ જીવી લઈએ !
કોણે કહ્યું પ્રણયમાત્ર યુવાનો કરે છે !
એકમેકને આજ વેલેન્ટાઈન કહી દઈએ,
થનગનતા આ હૈયાને સ્પંદનોથી ભરી દઈએ,
ચાલ આજ થોડું તો જીવી લઈએ !