STORYMIRROR

Mahendra Rathod

Inspirational Romance

3  

Mahendra Rathod

Inspirational Romance

મને યાદ આવે છે...

મને યાદ આવે છે...

1 min
672


જોઈને તમને કશુંક તો યાદ આવે જ છે,

તારા પાલવ પર ઢોળાયેલી એ ચાય યાદ આવે છે.


સામે સમોસા હતા તોય તારો હાથ પકડી રાખ્યો તો,

મને તારા હોઠ પર ચોંટેલી એ ચટણીની યાદ આવે છે.


ભૂખ મારા દિલને લાગી'તી તોય હુકમ કર્યો નાસ્તાનો,

તે ટેબલ નીચેથી આપેલા એ થેપલાની યાદ આવે છે.


તને ડર હતો કે જોઈ જશે કોઈ મને તે કારણે,

બગીચાને બાજુ મૂકી બેઠેલા એ તૂટેલી એ હાટડી યાદ આવે છે.


જોયું છે ઘણું એવું જે કોઈની નજરમાં પણ ક્યાં,

તોય મને તારી નજરમાં દેખાતા એ તાજની યાદ આવે છે.


ભૂખ મટી જતી તારા નયનનો નેહ જોઈ પળવારમાં,

તું શું હતી સમજાયું ક્યાં તોય મને તારા ભાવની યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational