STORYMIRROR

Nisha Shah

Others Romance

3  

Nisha Shah

Others Romance

માંગુ પ્રીત તમારી હું

માંગુ પ્રીત તમારી હું

1 min
441


પાય પડીને માંગુ સદા પ્રીત તમારી હું

ઝાંઝર બનાવ તારા પગનું

ચરણોમાં પડી રહું રાતદિન


છમછમ છમછમ નાચું તુજ સંગ

માંગુ સાથ સદા તારો હું


દોડે સીમમાં ધેનુની સંગે સંગે તું

દોડું તારી સંગે સંગે હું સાથમાં


નાચે ગોપગોપીની સંગે તાલમાં તું

નાચું તારી સંગેસંગે હું સાથમાં


ઘુંઘરું બનીને તારા પગનું

વળગી રહું તને હું રાતદિન


ઘમઘમ ઘમઘમ રણકતું તુજ સંગ

માંગુ પ્રીત તમારી હું.


રાસે રમે વૃંદાવનમાં રાધાની સંગે તું

રહુંતારી સંગે ને સંગે હું રાસલીલામાં


સોળ સોળ ગોપીઓનો કાન બને તું

સોળ સોળ કાન બનીને નાચે તું


સાંકળી બનીને તારા પગમાં

સરસરસર દોડતી રહું હું સંગમાં


રુમઝુમ રુમઝુમ કરું તુજ સંગ

માંગુ પ્રીત તમારી હું .


Rate this content
Log in