STORYMIRROR

Umesh Tamse

Others Romance

3  

Umesh Tamse

Others Romance

સુખની ચાવી

સુખની ચાવી

1 min
272


દર્દમાં પણ જીવતા ફાવી ગયું છે,

સુખની ચાવી કોઈ તો આપી ગયું છે.


જિંદગીના રાજ સૌ જાણી ગયું છે,

મારી ભીતર કોઇ તો ઝાંખી ગયું છે.


જિંદગીભર ચીતરો સમજણના ચિત્રો,

આમ આ દિલ મારું સમજાવી ગયું છે.


સ્વર્ગ કરતા પણ ઘણું સુંદર છે જીવન,

ભાગ્ય મારું કોણ આ છાપી ગયું છે !


એનાં લીધે જીવે છે 'ધબકાર' આજે,

ભીતરે જે દીપ પ્રગટાવી ગયું છે.


Rate this content
Log in