STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

જોડી ખંડિત કરી તે મારી

જોડી ખંડિત કરી તે મારી

1 min
201

અકળ લીલા છે, પ્રભુજી તારી,

સુંદર હતી એક જોડી મારી,


એવી કઈ ભૂલ થઈ ગઈ મારી,

જોડી ખંડિત કરી તે મારી,


નિત્ય નિત્ય સેવા કરતા તારી

જપ માળા અમે કરતા તારી,


દયા ન આવી તુજને મારી,

જોડી ખંડિત કરી તે મારી,


તે વાત્સલ્યના ઝરણા જેવી,

હતી મમતાના સાગર જેવી,


કેમ ઈર્ષા તને આવી મારી,

જોડી ખંડિત કરી તે મારી,


મધુરી સરગમ છીનવી મારી,

જિંદગી વેરાન કરી તે મારી,


કેમ વગાડવી "મુરલી" મારી,

જોડી ખંડિત કરી તે મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy