ખોવાયેલી ક્ષણો
ખોવાયેલી ક્ષણો
તું પ્રત્યક્ષ જોવા નથી મળતી મને હવે
પરંતુ તારી લખેલી કવિતામાં હું તને નિહાળી લઉં છું.
જ્યારે પણ ડર લાગે મને આ અંધકાર નો
ત્યારે ત્યારે હું તારા મીઠા હાસ્યની યાદ માત્રથી જ રસ્તો કપાવી લઉં છું.
ઘણી બધી યાદ આપણી એ સોશ્યલ મીડિયાના દરેક ચેટ બોકસમાં,
જ્યારે જ્યારે નિરાશ થાવ છું બધું બાજુમાં મૂકી
આપની એ જૂની વાતોને વાંચી લઉં છું.
ધૂળ ખાવા લાગી છે લાગે લાગણીઓ બધી
તેમ છતાં તારી સાથે બંધાયેલી એ પ્રીતને
સમયે સમયે યાદ કરીને તાજી કરતો રહું છું.
ક્યાંક કેટલાંક લોકો મળ્યા મને કહેવાવાળા કે,ભૂલી જા તું એને,
પણ હું એ લોકો ને એક સાચી પ્રીતની વ્યથા સંભળાવતો રહું છું.
કેવું પ્રેમ અને ખુશીઓથી ઘેરાયેલું હતું આ જીવન આપણું,
આજે બાકીનું જીવન એ વીતેલા વખતને યાદ કરીને વિતાવતો રહું છું.

