Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya

Romance Tragedy

સનમ બનીજા તુ મારી

સનમ બનીજા તુ મારી

1 min
133


શું કહું, કોને કહું, ક્યાં કહું,

વાત મનની મારી ? 

સાંભળનાર કોઈ પાસે નથીને,

કેમ વાત કરવી મારી ? 


તલસી રહ્યો છું હરપળ તુજને,

ભિતરમાં વેદના છે ભારી.

બસ એક વાત ડંખે છે મુજને,

કેમ તુ દિલમાં ન સમાણી ?


તારા વિરહથી તડપી રહ્યો છું,

ક્યારે મિલન થશે વ્હાલી ?

પાનખર ગઈ ને વસંત આવી,

ક્યારે મહેંક પ્રસરે તારી ?


રાત દિન તારી વાટ જોઈને,

થાકી છે આંખો મારી.

રૂમઝૂમ કરતી આવ જીવનમાં,

દિલમાં છબી છે તારી.


સપનામાં આવી સતાવે છે મુજને,

તરસ ન વધાર તું મારી.

તારા પ્રેમ માટે તરસી રહ્યો છું,

તરસ છિપાવ તું મારી.


ન કર જીદ સમજાવું છુ તુજને,

મનમાં વસી જા મારી રાણી,

મોસમ સુહાની જામી છે "મુરલી"

સનમ બની જા તું મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance