STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational Others

રાજકુમારી

રાજકુમારી

1 min
117

એક હતી રાજકુમારી,

મહેલોમાં એ મહાલતી,

દુઃખ શું છે એ ક્યાં એને ખબર હતી,


એ તો હતી ફળદ્રુપ ઝાડ,

વટેમાર્ગુનો વિસામો હતી,

આપતી નીત નવા ફળ,

સુંદર ફૂલો આપતી,


પંખીઓને આશરો આપતી,

દિલની એ દિલદાર હતી,

સપનાઓ જોતી,

કલ્પના કરતી આવશે રાજકુમાર,

પોતાને સંગે લઈ જશે મને આકાશની પાર,


આવ્યો એક રાજકુમાર,

ગમી ગયો રાજકુમારી ને,

ધામધૂમથી બંને પરણી ગયા,

લાગ્યું કે રાજકુમારીના સપના થયા સાકાર,

એના જીવન ને મળ્યો નવો આકાર,


પણ આ શું ? થોડા દિવસોમાં જ,

સપનાઓ ચકનાચૂર થયા,

રાજકુમારીની આંખોમાં જાણે આંસુના પૂર થયા,

ઝાડમાંથી જડ બની ગઈ,

પ્રાણ વગરની મૂરત બની ગઈ,


રાજકુમારીની કેવી સાવ સુરત બની ગઈ,

એ તો જાણે પથ્થરની મૂરત બની ગઈ,

કોણ જાણે ! કેટલી રાજકુમારી,

કોમળ કળી બની કરમાઈ ગઈ,

સપનાઓની મૂરત આમ મૂરઝાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy