સમાજનું દ્શ્ય
સમાજનું દ્શ્ય
સમય ભલે બદલાયો હોય,
પણ તમે ક્યાં બદલાયા છો ?
જમાનો ભલે ખરાબ હોય,
પણ તમે ક્યાં સુધાર્યા છો ?
દુનિયા ભલે સ્વાર્થી હોય,
પણ તમે ક્યાં નિઃસ્વાર્થ છો ?
ધર્મમાં ભલે ધતિંગ હોય,
પણ તમે ક્યાં રોકો છો ?
સંસ્કારો ભલે ન રહ્યાં હોય,
પણ તમે ક્યાં અપનાવો છો ?
ભ્રષ્ટ્રાચાર ભલે વધી ગયો હોય,
પણ તમે ક્યાં પ્રમાણિક છો ?
ખાનદાની ભલે રહી ન હોય,
પણ તમે ક્યાં પાછી લાવ્યા છો ?
વિશ્વાસ ભલે રહ્યો ન હોય,
પણ તમે ક્યાં મૂકી શકો છો ?
જુલ્મો ભલે વધી રહ્યાં હોય ?
પણ તમે કારણ કયાં શોધો છો ?
સમાજ ભલે અજ્ઞાન હોય
પણ તમે ક્યાં ગુરુ બન્યા છો ?
પાપ ભલે વધી ગયું હોય,
પણ તમે ક્યાં પવિત્ર રહ્યાં છો ?
"મુરલી" ભલે આ વાતો જ હોય,
પણ તમે ક્યાં સમજી શકો છો ?
