મા
મા
તુજ મારી મા, તુજ હતી મારું સર્વસ્વ
તારા વિના મા, મેં સઘળું ગુમાવ્યું,
તારા સહારે તો સ્વર્ગ જાણે હતું મારી પાસ,
તારા વિના આજ જાણે વ્યાપ્યો છે શૂન્યાવકાશ,
હતી તું, તો હતું ચારેકોર અજવાળું
નથી તું, તો જાણે બધેજ ભાસે અંધારું,
હતી ખાસ પુષ્પની સુવાસ, તે આજ કરમાઈને પડ્યું છે,
હતો એ શ્રેષ્ઠ વર્તમાન, આજ ભૂતકાળ બનીને બેઠો છે,
માથે રાખતી પ્રેમભર્યો હાથ, બધું દુઃખ રે વિસરાવતો,
વિકટ પરિસ્થિતિમાં જાણે છત્ર બની બચાવતો,
મારા પર તારો નિ:સ્વાર્થ ભાવ, હું કેમ કરી ચૂકવીશ,
શબ્દ નથી મારી પાસ, હું તને કેમ કરી વર્ણવીશ.
