સૂઈજા મારા લાલ
સૂઈજા મારા લાલ
હાલ્યું લીલ્યું હાલ,
હાલ્યું લીલ્યું હાલ,
તને સૂવાડે તારી મા,
તું સૂઈ જા મારા લાલ,
મામા આવશે આવતી કાલ,
તારા માટે લાવશે ટોપરાપાક,
હે...સૂઈ જા મારા લાલ,
તું ખાજે ટોપરાપાક,
હાલ...! સૂઈ જા મારા લાલ,
જાગીને ભલે તું કરજે તોફાન,
હે...મારા મનના દુલાર,
તું હવે સૂઈ જા મારા લાલ,
હાલ્યું... લીલ્યુ...હા..લ...
તું સૂઈ જા મારા લાલ.
