STORYMIRROR

Mehul Patel

Classics Children

3  

Mehul Patel

Classics Children

ગોળ મટોળ ભમરડો

ગોળ મટોળ ભમરડો

1 min
292

ભમરડો ભાઈ ભમરડો,

ગોળ મટોળ ભમરડો,

ભૂતકાળની યાદ અપાવે ભમરડો,

ઘરના આંગણે ફેરવતા ભમરડો.


એતો વનવગડાની એકલતા દૂર કરતો,

સૌ બાળ દોસ્ત દુશ્મનને એક કરતો,

કોઈ હાથ પર ફેરવતાં ભમરડો,

કોઈ માથા પર ફેરવતાં ભમરડો.


ઉનાળાની લૂ ને શીતળ કરતો ભમરડો,

સૌનું મન હરખાવતો ભમરડો,

આજ મોબાઈલના સ્વાર્થે ભૂલાયો ભમરડો,

આજ જોવો મુશ્કેલ બન્યો ભમરડો.


બાળકોનું સ્વપ્ન હતો ભમરડો,

સુખનું સરનામું હતો ભમરડો,

ગોળ મટોળ ભમરડો,

મારું સર્વસ્વ હતો ભમરડો !


ભમરડો ભાઈ ભમરડો,

ગોળ મટોળ ભમરડો !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics