STORYMIRROR

Chaitanya Joshi

Classics

4  

Chaitanya Joshi

Classics

માનવ થવાનું સપનું

માનવ થવાનું સપનું

1 min
26.9K


દેવ બનવાની નથી અભિલાષા ઇશ કદી બનું ના બનું. 

મંદિરે વસી નથી મારે પૂજાવું મારે માનવ થવાનું સપનું. 

મનમંદિરે માધવ બિરાજતાને અંતરે હો અબ્ધિવાસી, 

જનેજનમાં જનાર્દન ભાસે જન્નત મારે હો જગતનું. 

દીનહીનમાં દયાનિધિ દીસતા બુભુક્ષિતા: બાંકેબિહારી,

કરી છૂટવાની નેમ હૈયામાં અશ્રુ લૂંછવા એના નયનનું.

માનવતામાં મહાદેવ મારે ઉમાપતિ કૈલાસવાસી કૃપાળુ,

હસતા માનવ ચ્હેરે બ્રહ્માજી દર્શન શિરને સદા નમનનું.

મૂક આશિષ રંકજનની 'તથાસ્તુ' હરિતણું બની જનારું, 

નિર્મલ નીરસમું ઉર નિરંતર ચાહે સુખ જે સદાયે સર્વનું. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics