Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Classics

4  

Deviben Vyas

Classics

દે દુઆ

દે દુઆ

1 min
237


ઈશ્વર તણી રચના સુધી, પહોંચી શકું, એ દે દુઆ,

ઈશ્વર તણી રચના બધી, માણી શકું, એ દે દુઆ,


સંસારની આ વેલડી, માયા મહીં ખૂંપી ગઈ,

ઈશ્વર તણી રચના સકલ, જાણી શકું, એ દે દુઆ,


સત્કાર્યની ના છે સમજ, કુદરત અકળ છે એટલે,

ઈશ્વર તણી રચના મહત્ , ગાઈ શકું, એ દે દુઆ,


ના પૂણ્ય પિછાણું જગે, ના પાપને પણ ઓળખું,

ઈશ્વર તણી રચના પ્રખર, પામી શકું, એ દે દુઆ,


અપરાધ મારો ક્યાં થતો ? કે શાસ્ત્ર વચનો શું કહે ?

ઈશ્વર તણી રચના સચર, વાંચી શકું, એ દે દુઆ,


ધબકે હૃદયના શ્વાસમાં, હરદમ હવાની લહેર પર,

ઈશ્વર તણી રચના સભર, થામી શકું, એ દે દુઆ,


દે દિવ્યતા આંખે, અગોચર વિશ્વમાં કળવાં પ્રભુ,

ઈશ્વર તણી રચના અખિલ, ધારી શકું, એ દે દુઆ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics