બારણાં
બારણાં
પહેલા બે કમાડ મળી,
બારણાંની જોડ બનતી,
શુભ એક બાજુ લખાતું,
બીજી બાજુ લાભ દેખાતું,
બંને ભેગા જ બંધ થતાં,
અને એક સાથે ખુલતાં,
એ જુના ને જાણીતા હતાં,
ઘરોની શોભા વધારતાં,
તે અદબથી બંધ થતાં,
ને માનભેર ઉઘડતાં,
તે મોર્ડન બનતાં ગયાં,
બેમાંથી હવે એક થયાં,
બેફિકરીથી ઉઘડવું,
નફટાઈથી બંધ થવું,
બધાય ને આવું જ પોષાય,
તો કાંઈ પણ ન કહેવાય.