STORYMIRROR

Kiran piyush shah "kajal"

Classics

3  

Kiran piyush shah "kajal"

Classics

વેરવિખેર

વેરવિખેર

1 min
146

ઘરનો દરવાજો ખોલતાં

ઉંબરા પર જ ઢગલો થઈ ગઈ,

છેલ્લે એક ફોન આવતા...

એમ જ ઉતાવળે 

હાથમાં જે આવ્યું તે લઈ 

હાંફળી ફાંફળી..

જલ્દી પહોંચવા

જિંદગીને વેરવિખેર થતી બચાવવા

ઘરને અકબંધ રાખવા ભાગી હતી.


પણ... કિસ્મત 

તેની પહેલાં પહોંચી ગઈ

તેના સુખને ડંસવા

તેના ચંદ્રને ગ્રહણ ગ્રસી ગયું,


આજ વર્ષો પછી પાછી ફરી

એકલવાયી જિંદગી.. 

ને

વેરવિખેર ઘરને વ્યવસ્થિત કરવાં

પણ..

હિંમત દ્વાર પર જ જવાબ દઈ ગઈ

ઓહહહ. 


આ ઘર.. હવે એકલાં.. કેમ સંભાળીશ ?

એ વિનાશ કેમ ભૂલાશે ?


પરાણે જાત ઘસેડતી અંદર જઈ

સ્ત્રી સહજ સ્વભાવે

જોતરાઈ ગઈ

અવશેષો સમેટવા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics