Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Abstract Romance Classics

3  

Aniruddhsinh Zala

Abstract Romance Classics

પૂનમનો રાસ, ચાંદો સોહે આકાશ

પૂનમનો રાસ, ચાંદો સોહે આકાશ

1 min
106


હે.. જી.

આ રાત રસીલી જોને ઝળહળે, ઝગમગે દીવડા આજ ચાચર ચોક.

માડી ગરબે ઘૂમવા આવજો, ટોળે વળી સાહેલડી, રમવા ચાચર ચોક."


હે... રમે જગદંબા, ચાચર ચોકે, રંગતાળી

રણકે ઝાંઝર, મા ચુડલો ખનકે મા ભદ્રકાળી

ચામુંડ સુખકારી, અંબા ભવાની રંગે રમતી મા

પગલા પડે ને દુ:ખડા ભાગે મા તું પરમકલ્યાણી,


હે આજ જામે ગરબા ચૌદ ભુવનમાં રે

હે માડી તારો ડંકો વાગે ચૌદ ભુવનમાં રે,

હે શોણે સજી શણગાર,

તારી ઝાંઝરનો રૂડો ઝણકાર

હે અંતરમાં દીવડા ઝગમગે રે

માડી રમજો તમે માઝમ રાત....


હે.. માડી તારો ડંકો વાગે ચૌદ ભુવનમાં રે

હે આજ જામે છે ગરબા ચૌદ ભુવનમાં રે

હે માડી..! જોને સૂરજ ફરતે

નવ ગ્રહ ગરબે ઘૂમે છે

પુરી આકાશગંગા જુઓ કેવી રમે રે

 એ તો અનંત ફરતે સહુ ગરમે ઘૂમે રે

હે... મા તારો ગરબો ચૌદ ભુવનમાં ખેલાય..

હે માડી તારો ડંકો વાગે.....

 

 હે માડી ગોખલે દીવડા ઝળહળે રે

 ભક્તિમાં સહિયરુ ગરબે રમે રે

હે મા ની કૃપા પર વરસી રહી રે

મહાકાળી ચાચરમાં ઘૂમી રહ્યા રે.

હે મા તારી શોભા ઘણી આ ચાચરની માંય.

હે માડી તારો ડંકો વાગે ચૌદ ભુવનમાં રે.

હે માડી દયા કરજો હિગળાજ માડી રે

આજ ચોસઠ જોગણી એક સંગે રમે રે

જામી નોરતાની રઢીયાળી રાત માડી રે

પ્રગટે હૈયામાં ભક્તિ કેરી સરવાણી રે

હે.. "રાજ" વિનવે તને, મા ભગવતી આજ

 હે આજ જામે ગરબા ચૌદ ભુવનમાં રે

 હે માડી તારો ડંકો વાગે ચૌદ ભુવનમાં રે..


હે... ચૌદ ભુવનમાં રમતી, તું માત ભવાની

ચાચર ચોકમાં, તું પ્રગટ માડી

દુ:ખડા અમ કાપો. સુખ સાચું મા આપો

હે મા ભગવતી રે, તું ભય હરનારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract