કૃષ્ણ આઠમ
કૃષ્ણ આઠમ
શ્રાવણે ઉજવાતી સાતમ આઠમ,
બમ ભોલેના નાદમાં ગૂંજે કૃષ્ણ આઠમ,
સાતમે શીતળા પૂજન કરે સૌ કોઈ,
કુલેર ટોપરું લઈ પૂજે માવળી સૌ કોઈ,
ચૂલો ઠારી ઠંડું ભોજન આરોગે સૌ કોઈ,
માંગે રક્ષા પેટની ને સૌભાગ્ય સૌ કોઈ,
આઠમ રાત અંધારી જાણે સૌ કોઈ,
જગ ઉજાસ પ્રગટે માણે સૌ કોઈ,
આઠમે નાથ જગનો પધારે પૂજે સૌ કોઈ,
હે નાથ, નાથો અંધકાર વિનવે સૌ કોઈ,
આઠમ ઉજાસ નોમે માણે સૌ કોઈ,
"રાહી" હવે અંત પાપનો જાણે સૌ કોઈ.
