મોંઘી મિરાત થઈ ગઈ
મોંઘી મિરાત થઈ ગઈ
જીવનમાં જ્યારથી એની સાથે મુલાકાત થઈ ગઈ,
જિંદગી જાણે ખુશીઓની સોગાત થઈ ગઈ !
હતું મારું જીવન અમાસના અંધકાર મળતાં,
એના આવતાં જ જાણે પૂનમની રાત થઈ ગઈ !
હતા કંકર મારી રાહમાં ડગલે ને પગલે,
એના આવતાં જ જાણે ફૂલોની બિછાત થઈ ગઈ !
મૌન મારું હૈયું ને મૌન મારા હોઠ હતાં,
બસ આજે એની સાથે મધુર વાત થઈ ગઈ !
હતું મારું જીવન કોરા કેનવાસ જેવું,
એના આવતાં જ જાણે હૈયે સુંદર ભાત થઈ ગઈ !
હતી હું તો સાવ કંગાળ,
મિલનથી એના કાચમાંથી કંચન મારી જાત થઈ !
નહોતાં મળતાં શબ્દો, છંદો અને લય ગઝલ લખવા,
પણ જોને વાત એની ગઝલમાં રજૂઆત થઈ ગઈ !
હતું મૂલ્ય મારું સાવ કોડીનું,
એને મળતાં જ જાણે મોંઘી મિરાત થઈ ગઈ !

