માને એક ટપાલ
માને એક ટપાલ
ટપાલી આવે જીવનમાં રાહત લાવે,
દિલથી દિલના સમાચાર પહોંચાડે.
સૂર્યની આકરી ગરમી હોય,
કે વરસાદની જૉરદાર ઝડીઓ હોય,
સુરક્ષિત રીતે સંદેશ પહોંચાડે.
લોકોની આસ્થાનો સાથી,
વિશ્વાસને વહેતો રાખતો,
અક્ષરોની સુવાસમાં રહેલો એ અવાજ,
દરેક ઘરમાં ગુંજતો રાખે.
એ ટપાલી,
સંદેશ પહોંચાડ મારી માતને,
બાલુડાં જુએ તારી વાટ,
વ્હાલના વલોણે અંતરના ઉમંગે માડી તુજને વધાવું.
શબ્દોનું ચંદન ને ભાવનું ભાલે તિલક કરી,
અર્ચન કરું, માનું જતન ઝાઝેરું કરું, માને વંદન કરું.
ટપાલી જીવનનો સંદેશ લઈને આવે,
સાયકલની ઘંટડી નહીં ફરજનાદ બજાવે.
પોસ્ટમેનનું કામ અમૂલ્ય છે,
હૃદયાક્ષરોની સૃષ્ટિને સજીવ કરે,
'અમરત' સફરમાં યાદ અપાવે
