STORYMIRROR

Dipti Inamdar

Abstract Action Thriller

3  

Dipti Inamdar

Abstract Action Thriller

અગોચર વિશ્વ

અગોચર વિશ્વ

1 min
124

જાણે હજી કાલની જ રાત

રોશનીનો ઝગમગાટ 

કાલની અલબેલી વાત

ક્યાં પૂરું થયું વર્ષ ?

ના સમજાયું !


હતી એ મારી સાથ 

પ્યાર દુલારનો એ હાથ 

વાત્સલ્યની મૂર્તિ

અમને જોઈ જીવતી 

મૂંગી આશિષ વરસાવતી 

પોતાની જાતને સમજાવતી 

દીકરાના લગ્ન માટે રાચતી 

દીકરીની રાહે જોમ ભરતી 

નૂતનવર્ષ વધાવતી,


આજે હું એકલી 

હાય રે..!

એને ઝંખતી !

અગોચર વિશ્વથી

વ્હાલ છલકાવતી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract