STORYMIRROR

Dipti Inamdar

Abstract Inspirational

3  

Dipti Inamdar

Abstract Inspirational

લાગણીની વાવણી

લાગણીની વાવણી

1 min
9

દલડાંની ભાવનાઓને રોજ પરોઢે 

સીંચી સીંચીને

એ ઘરને જગાડતી,


થોડી કાળજી, હૂંફ, લાગણી અને

થોડું વાત્સલ્ય ઓઢણીએ બાંધી,

એ તુલસી ક્યારે નીતરતી,


પત્ની - પૂત્રવધૂ - દીકરી તો એ ખરી જ

પણ… 'મા' નાં કિરદારમાં તો એ,

બખૂબી મા જ હોય,


સારવી રહી એ પોતાની અને

કુળની લાજને આજીવન હળવે હળવે,


આખુંય ઘર ઉછેરવામાં

આખરે એ વૃદ્ધત્વને આરે

જરાક વહેલી જ…… 

ઝળઝળિયાની ઝાંખપે હવે,

ટેરવે મણકા ફરે છે શ્વાસોના,

દઈશ 'અમરત' હવે દિલાસો ના.                


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Abstract