STORYMIRROR

Dipti Inamdar

Abstract Fantasy

3  

Dipti Inamdar

Abstract Fantasy

આંખ પીગળે

આંખ પીગળે

1 min
136

પરોઢિયાના આછા અજવાસે,

ગુપચૂપ સૂનમૂન ઝાકળબુંદે,

શમણાંઓની રાત પીગળે,

ઉતર્યા ત્યાં તો ખારાં ઝરણાં,


વિહગોના કલશોર વચ્ચે,

ઊગતી ઉષાનું કિરણ પીગળે,

બુંદ નીતરતી સવાર પીગળે,

ઉતર્યા ત્યાં તો ખારાં ઝરણાં,


જપમાળાના નાકા પીગળે,

ફૂલડાં કેરી ફોરમ વચ્ચે,

તગતગતું એ બુંદ ચમકે,


ફડફડતી પંખીની પાંખે,

ભર બપોરે માળો પીગળે,

સમી સાંજના ગોધણ વચ્ચે,

ઉતર્યા ત્યાં તો ખારાં ઝરણાં,


વાછરડાનું અમૃત પીગળે,

કાળી ભમ્મર રાતડી વચ્ચે,

દાદાજીની આંખ પીગળે,

નીતર્યા ત્યાં તો ખારાં ઝરણાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract