મુક્ત ગગને વિહાર
મુક્ત ગગને વિહાર
*મુક્ત ગગને વિહાર*
મુક્ત ગગને વિહાર હોય ક્યાંયે,
જ્યાં ભાવોમાં ભાર હોય ક્યાંયે?
પંખી બની ઉડે જીવની લહેર,
અડચણોને પાર હોય ક્યાંયે?
સ્વપ્નોની પણ હોય પાંખો સાચી,
જેમાં ઉડતો અફસાર હોય ક્યાંયે?
રાગમાં જે સંગાથ આપે જીવન,
એવો પ્રેમી સાથીદાર હોય ક્યાંયે?
મૌન પણ જ્યાં રાગ ગુંજાવે છે,
એવા વચનમાં રંધાર હોય ક્યાંયે?
શબ્દોની સીમા પાર જાય જ્યાં,
એવો ઊંડો વિચાર હોય ક્યાંયે?
પ્રેમ જ્યાં મૌન સંવાદ લખે,
એવો આતમનો હુંકાર હોય ક્યાંયે?
આંખ જુએ ઉજમાળું સ્વપ્ન,
એવો મનનો અંધાર હોય ક્યાંયે?
તું જ જ્યાં હોય સાથ સફરનો,
મારું બીજું આધાર હોય ક્યાંયે ?
દીપ્તિ એમ ઈનામદાર,
"અમરત" વડોદરા
