અમરત તુલ્ય મળ્યું ઘરેણું
અમરત તુલ્ય મળ્યું ઘરેણું
વસુધૈવ કુટુંબકમ, એવી શ્રેષ્ઠ ધરતી,
આપસી પ્રેમ આદરે શાંતિની ધરિત્રી,
સપ્ત સાગરની યાત્રા જીવનની મૂલ કરણી,
સંપ સાનિધ્યે માત્રા માનવતા હૃદયે ધરણી,
આખી પૃથ્વી મારો પરિવાર એવી ભાવના,
વસુંધરા પરમેશ્વરની જ છે અમૃત ચાહના,
સહિયારા પંથી અને સુખ દુઃખના સાથી,
કુટુંબકમનું મહા સંગઠન, લે અમૃત શોધી,
એ જ જગતનું મહાકાવ્ય ઉદ્દાતતાનું સત્ય,
અમરત તુલ્ય મળ્યું ઘરેણું ! તે જ તથ્ય !
