ઈશ્વર સમી છે મા
ઈશ્વર સમી છે મા
જિંદગીના જંગમા ઢાલ જેવી છે મા,
આજ પણ એવી જ છે, જેવી કાલ હતી મા.
ધોમધખતા તાપમા શીતલ વાદળી સમી છે મા,
સુરહિન જીવનમા વાંસળી સમી છે મા.
અવગણે છે હંમેશા સંતાનના કટુ વેણને મા,
વિશાળ દરિયા સમી છે મા.
આપે દુઃખમાય સદા સુખનો પ્રકાશ મા,
ઉજળા સૂરજ સમી છે મા.
દુઃખની પાનખરમા પણ વસંતનો અહેસાસ કરાવે છે મા,
ખૂબસૂરત મૌસમ સમી છે મા.
દુખડા બાળકના હરી સુખ આપે છે મા,
જગતમા ઈશ્વર સમી છે મા.
હૈયે હરખ ને હોઠે મુસ્કાન હોય સદા,
ઈશ્વર તરફથી મળેલ વરદાન છે મા.
જ્યારે જ્યારે જમાના ની પડે કડવી નજર,
ત્યારે નર્મદાની નહેર સમી છે મા.
