STORYMIRROR

Mulraj Kapoor

Classics Fantasy

3  

Mulraj Kapoor

Classics Fantasy

કરમનો હિસાબ

કરમનો હિસાબ

1 min
169

આટલી ભરેલી આ દુનિયામાં,

ક્યાં છે સૌ આપણી ઓળખમાં,

લેખા ને જોખા કરવા સરખા,

બંધાયા સંબંધો તણા માળખા,


મળવું, મળીને છૂટા પડવું,

છૂટા થઈ અને પાછા મળવું,

અકારણ જ એ નથી બનતું,

સંકેત એનું નથી સમજાતું,


મળશે તો કરમ પૂરા થશે,

બાકી હશે તો એ ફરી મળશે,

સુખ દુઃખનું નિમિત્ત બનશે,

હસાવશે કે પછી એ રડાવશે,


કરમ આપણું ગોતી જ લેશે,

ચાલાકી કોઈ કામ ન આવશે,

તારું ને મારું બધું રહી જશે,

હિસાબ એ જયારે પૂરો થશે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics