જલપરી
જલપરી
જલપરી રહેતી હતી દરિયામાં,
અડધી કન્યા અડધી માછલી હતી દેખાવમાં,
બાળકો એને ખૂબ ગમતા,
દરિયા કિનારે એ રમતા,
એની વાતો સાંભળતા સાંભળતા એ જમતા,
દાદી નાની કહેતા એની વાર્તા,
એના દ્વારા જીવનનો માર્ગ બતાવતા,
હતી તો એ કાલ્પનિક વાર્તા,
પણ એના દ્વારા જીવનનાં મૂલ્યો શીખવતા,
નથી આજે એ દાદી નાની,
નથી આજે રહી એ જલપરી,
નથી આજે એવા બાળ,
બદલાયો જાણે આખો કાળ !
દાદી, નાની મોબાઈલમાં થયા મગન,
બાળકોને પણ લાગી મોબાઈલની લગન,
જલપરી પણ થઈ ગઈ જલમાં મગન.
