STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Tragedy

1.5  

Prahladbhai Prajapati

Inspirational Tragedy

માનવ કલ્યાણના વિકાસની ભાષા

માનવ કલ્યાણના વિકાસની ભાષા

1 min
27K


સ્વાભાવને સુખ ચેન નથી અહીં ઈગોની આડમાં,

ક્રૂર ફાંસીવાદની સ્થાપના સરકે આતંકી હાથમાં.


શાસ્ત્રો શાંત થયાં નથી આદિ અનાદિ કાળથી ને,

કોઈ ખાતરી નથી ભૂખનો રઘવાટ શાંત થશે કદી.


ક્યાંક સમરસતા મનની મળે છે અહીં જૂજવા રૂપે,

એય એક ધરતી પર માગે જુદી ધરા બૂઝવા રૂપે.


અહીં રાષ્ટ્રોએ બાંધી રચી છે માલિકીઓ સરહદો નામે,

પછી પ્રાંત જાત ધર્મ ભાષા બોલે ભેદરેખા તૂટવા નામે.


શાંતિને યુદ્ધનાં ગ્રહણ પનારે પડ્યાં છે આદિકાળથી,

માનવી માનવીની સરહદો વિવાદે ચડ્યાં વિદવંશથી.


ધર્મની ધતીન્ગાઈએ લીધી આગેવાની અંધ શ્રદ્ધાની,

આડમાં દબંગાઈની સર્વે કૃતિઓ લૈ ફરે ધર્મે ધતુરાઈ.


અલ્લા ઈસાઈ મજહબી સરહદો તોડે રાષ્ટ્ર-સરહદોને,

નરમ ગરમ ક્રૂરતા લૈ મજહબો શળે માનવી માનવને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational