કોટી કોટી વંદન
કોટી કોટી વંદન
હતા વીર એવા આઝાદીના,
આઝાદીની યશ ગાથા માટે કોટી કોટી વંદન તેને.
જલિયાવાલા બાગમાં ઉમટ્યો હજારોનો લોક સમુદાય,
ગોળી, બારૂદના ઢેર પર ખરડાયેલો છે ઈતિહાસ,
રડવા લાગી બાગની માટી, કોટી કોટી વંદન તેને.
એક એવા વીરની વાત કેમ વિસરાય,
અઢાર વર્ષની આયુ આંખોમાં સ્વપ્ના હજાર,
ખુદીરામ હતા એ ક્રાંતિવીર, કોટી કોટી વંદન તેને.
મારું નામ આઝાદ ને મારું કામ આઝાદ,
મર્યા પછી પણ આઝાદ રહીશ,
આઝાદીની ચળવળ માટે, કોટી કોટી વંદન તેને
પ્રેરણા આપતી ભગતસિંહની વાતો,
સિંહની દહાડ જેવી ગર્જના તેની,
હસતે – હસતે ફાંસી ચડ્યા, કોટી કોટી વંદન તેને.
તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ,
નેતાજીના શબ્દો પર બની ગઈ ભારતની ફોજ,
ગામ શહેર ને દેશમાં આઝાદની જ્વાળા ઉઠી, કોટી કોટી વંદન તેને.
આવી બાળકોની વાનર સેના બાળપણની રમત છોડી,
શું થયું અમે બાળકો તો, રમ્યા લોહી હોળી,
સુઈ ગયામાંની ગોદમાં,ગોળી બારૂદના ઢગલા પર, કોટી કોટી વંદન તેને.
બલિદાન ન ગયું ખાલી ઝાંસીની રાણીનું,
વીરાંગનાઓની ઉઠી અગ્નિ ચાલો આપણો દેશ બનાવીએ,
ભારતનો ઝંડો લહેરાવીયે, કોટી કોટી વંદન તેને.
થયા અગણિત અંદોલન, બાપુએ લડી અહિંસક લડાઈ
જીત થઇ બલીદાનની ઉગી નવી સવાર,કોટી કોટી વંદન તેને.
