Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Niky Malay

Fantasy

4.3  

Niky Malay

Fantasy

અધૂરો છે સવાલ

અધૂરો છે સવાલ

1 min
156


અનેક સવાલોના જવાબ સૌ પાસે છે અધૂરા, 

સવાલ જો પૂછો કે તમારી જિંદગી કેટલી ?

દવાની અસરનું માપ મળે છે તમને કેટલું,

પણ અધૂરો છે સવાલ દિલની દુઆનું માપ કેટલું ?

મુસાફરને ખબર છે મુસાફરીનો પંથ કેટલો,

પણ છે સવાલ આત્માની મુસાફરી છે કેટલી ?


નાતો બંધાયેલો છે અનેક રિશ્તા સંબંધે કેટલો

પણ છે સવાલ મન આત્મ સંબંધ તે કેવો ? 

માપી શકો છો તાકાત હથોડા તાલે કેટલીક,

અધૂરો છે સવાલ વિચાર શક્તિની ક્ષમતા કેટલી ? 


માપી શકો તમે અવાજની ફ્રિકવનસી કેટલીક,

પણ છે સવાલ દિલના અવાજની તીવ્રતા કેટલી ? 

ભૂગોળના ભોમિયા બની જાણી શકશો વાત કેટલીક

અધૂરો છે સવાલ ભીતરના ભોમિયાની ઓળખ કેવી ? 


મળી જશે જ્ઞાન, વિજ્ઞાન, સ્વાદ, ક્યાસ કેટલોક 

પણ છે સવાલ વિશ્વાસ, ઘાત, આઘાત માર કેટલો ?

બનો અગર ગોતાખોર તો મળી જશે સાચા મોતી કેટલાક 

અધૂરો છે સવાલ ઝંખના સાગર મોજાનો ઉછળાટ કેટલો ?

અધૂરા સવાલના જવાબ છે અધૂરા કેટલાય 

ન માનો તો ખુદ વિચારો તમે,છો છલકતા કેટલા ? 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy