નારી
નારી
દીકરીને સૌ કોઈ ગણે પારકું ધન છે માવડી,
માવતર ઉંબરે વિદાય પારકી થાપણ છે બાપડી,
સાસરે સંબંધોમાં મીઠાશે બોર વીણતી છે પત્ની,
પારકા ઘરના આંગણે શોભતું ફૂલડું છે ગૃહિણી,
સુશોભિત કરે જીવન અન્યનું છે કર્મથી હેતવી,
ક્યાં કોઈ તેની પસંદગીનું તેને પૂછતું છે બાવરી,
આપે સૌને ફળોનો રસાળ છે કવને લાડલી,
ભાગ્યે તેને આવતું ફળ છાલ છોતરું છે માં ધરતી,
બાળપણે ભાનડાં મોટપણે છોકરુ છે નારી અલબેલી,
કાંખમાં તેડેલું સદાય મુસ્કાને હસતી છે હરખેલી,
નથી કોઈ ગણતું પોતાનું કાયમ તોય છે હૃદયવસંતી,
છતાં બધાને પોતાનામાં સમાવતી છે તપસ્વિની,
કેવું સંસ્કારી જીવન સૌને ઉછીનું આપેલું સઘળું તે નારી,
જીવન સફરે બલિદાને છે પુરુષ સમોવડી તું,
નારી જીવન છે સખી અલબેલું અમારું છે કલ્યાણી,
સૌને કાજે રચાયેલું આ પૂતળું અમારું છે હિત્કારીની,
કહાની ઘણી છે વિશ્વ કુટુંબે સ્ત્રીસશક્તિકરણની,
પણ સરવાળે જીવન અમારું આમ વહેતું છે જન્મથી.
