ચાલે છે
ચાલે છે
પ્રણય મારો નથી વાસ્તવિક જીવન તારું,
છતાં વાતે વાતે છુપાયેલી એકલતા ચાલે છે,
તારા નામના ભણકારા શ્વાસે ઉભરાય છે,
બેસે તું આવી અનિમેષ વિશ્વાસ ચાલે છે,
સંવેદનાને કાપવાથી શું મળે તને ઘાયલ,
તું જ પ્રેમાળ હૃદયે મારો પવન ચાલે છે,
યાદોનું વલોણું થઈ ઉમટ્યા કરે આંખે,
પાગલ મન વગડે તડપતી પ્રીત ચાલે છે,
છોડી દે તું મન મનાવું, હાંફી ગયો શ્વાસ,
જીવન મારું સઘળું દિવાસપનામાં ચાલે છે,
સંવેદન ખળભળાટ છે તારી વેદનાથી દિલે,
તારી રૂહ સાથે જોડેલા સઘળા અરમાન ચાલે છે.

