નયને જો
નયને જો
સુંદરતા નિહાળી અધમણ નયને જો,
વાદળી વરસી સવામણ નયને જો,
હેલીએ ચડ્યું રહસ્ય ઝરમર કરતું,
આંખો ઓગળી ક્ષણેક્ષણ નયને જો,
સુંદરતાની છબી છે ઘણી ગેબી ને,
પળેપળ સમયનું મારણ નયને જો,
ધીખતું રણ છે આ જિંદગીનું ને,
ઝાંઝવામાં જીવતું જણ નયને જો,
ચોમેર ફાટેલું છે વિચારોનું વમળ,
અટવાઈ મારગે મોકાણ નયને જો,
સુંદરતા છે ફૂલછાબથી ભરેલી ને,
હાથમાં સમાયેલી કૂંપળ નયને જો,
સૃષ્ટિની સુંદરતામાં બંધ છે ઈમારત,
હૃદયની લાગણીનું રહેઠાણ નયને જો.
