Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Romance Classics

4  

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Romance Classics

માખણમાં સ્વાદ

માખણમાં સ્વાદ

1 min
420


ભરી મટુકી લાવી ગોરસ,

રાધેરાણી ગોવિંદને કાજ.


પ્રેમે પીરસી આપે મોહનને,

રાધા જ્યારે પોતાને હાથ.


ચાખી માખણ મોં મચકોડે,

કહે ગોપાલ,ના કોઈ સ્વાદ !


જુએ હેરત થકી રાધારાણી,

ગોરસ તાજા વલોવ્યા આજ !


બોળી અંગુલિ અડાડી હોઠે,

મીઠાં હતા ગોરસના સ્વાદ !


કહે માધવને છો જૂઠા તમે,

ના માનુ તમારી કોઈ વાત!


મલકી હરિવર કહે છે, રાધે !

પહેલા માખણ હતું બેસ્વાદ !


સ્પર્શ પામ્યા તવ અધર તણાં,

ત્યારે ભળ્યા માખણમાં સ્વાદ!


Rate this content
Log in

Similar gujarati poem from Romance