STORYMIRROR

Pallavi Gohel

Classics Others

4  

Pallavi Gohel

Classics Others

સોગાત થઈ રહી છે

સોગાત થઈ રહી છે

1 min
479

શબ્દોમાં મારા અજબ કરામત થઈ રહી છે,

રચવા કવન શું જીવનમાં નવી શરૂઆત થઈ રહી છે !


ઊર્મિઓને બાંધી શબ્દોમાં સજાવતી રહું,

કે ઊર દબાયેલી લાગણીની રોજ નવી રજૂઆત થઈ રહી છે.


વ્યોમ સમ વિશાળ થઈ રહી વિચારોની દુનિયા,

સ્વને પામવાં ભૂલું સ્વને એવી જિયાફત થઈ રહી છે.


રહું છું મૌન જ આજકાલ ના જાણે કેમ !

કલમમાં મારી એક અજાયબ ઉધમાત થઈ રહી છે.


હવે 'પલ' પાછું વળી ના જોશે કદાપિ,

સફર આ સાહિત્યની અનેરી સોગાત થઈ રહી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics