STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Classics

4  

Mahendra Pandya 'નાદ'

Classics

ગુરૂવાણી ભજન

ગુરૂવાણી ભજન

1 min
245

ગુરુજીના સથવારે હોડકુ હલેસવુ ને,

હે...હળવા પવનના સઢ ને, વાળવા રે.


દખના દરિયાની વચ્ચે સુખનું વલોણુ ને,

હે... સમતાના શ્વાસને હૈયે, પાળવા રે.


સુતેલી સુરતાને સાનમાં સંકેલી રાખી, 

હે...ભવભવના મેળે સત્ ને, સાધવા રે.


મનના માણિગરને મઝધારે માલવુ ને, 

હે... ઈશના રટણના રણકા માણવા રે.


છત ને અછતના ઓગળતા આંકડાને,

હે....વખત ને લઢીને વખ ને, વાટવા રે.


હૈયાના હલેસે અલખને આરાધવા ને,

હે...નાદના ઝણકારે તનમન, નાથવા રે. નાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics