STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

બદલાય છે.

બદલાય છે.

1 min
318

ક્યારેક સૂરજની રોશની

તોં ક્યારેક ચાંદની ચાંદની

તો ક્યારેક અમાવસ્યાની અંધારી રાત્રી

આમ આકાશનો નજારો પણ બદલાય છે


ક્યારેક વસંત તો ક્યારેક પાનખર

ક્યારેક શિશિર તો ક્યારેક શરદ

ક્યારેક નશીલી માદક હવા

તો ક્યારેક બર્ફીલી હવા

આમ મૌસમનો મિજાજ, પણ બદલાય છે


ક્યારેક ભરતી, ક્યારેક ઓટ,

ક્યારેક દુર્વસા જેવો ક્રોધી,

તો ક્યારેક મૌન સેવેલા મુનિ જેવો ઠાવકો

આમ સમંદરની પ્રકૃતિ પણ પળે પળે બદલાય છે


ક્યારેક સુખ, ક્યારેક દુઃખ,

ક્યારેક ગમ, તો ક્યારેક ખુશી

આમ માનવીની પરિસ્થિતિ પણ બદલાય છે


ના હાર અયે બંદા ! દુઃખોના ક્ષણિક પરપોટાથી,

માનવીનું મુકદ્દર પણ પળે પળે બદલાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Classics