Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Classics

4  

Deviben Vyas

Classics

પીડિતાના વેદના

પીડિતાના વેદના

1 min
260


પીડિતાને પૂછ, એને ચોટ પહોંચી કેટલી ?

પીડિતાને પૂછ, એને રાખ ચોળી કેટલી ? 


વાંક એનો માત્ર સ્ત્રી છે એટલો સંસારમાં ?

પીડિતાને પૂછ, એને કૂખ સાલી કેટલી ?


હોય હદ હેવાનિયતની,રાક્ષસોના વારસો,

પીડિતાને પૂછ, એને પોક મૂકી કેટલી ?


પાપ કરતાં તો વિચારો,અવતર્યા છો મા થકી,

પીડિતાને પૂછ, એને ઝીંક ઝીલી કેટલી ?


લાખમાંથી રાખ કરતાં,લાજ ના આવી તને,

પીડિતાને પૂછ, એને ચીસ પાડી કેટલી ?


પાપ કેરું પોટલું, બાંધી તને તો શું મળ્યું?

પીડિતાને પૂછ, એને ઘાત વેઠી કેટલી?


કોડ તો એનેય સીવ્યાં'તાં જગતમાં અવતરી,

પીડિતાને પૂછ, એને જાત વેરી કેટલી ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics