STORYMIRROR

prafulla shah

Classics

4  

prafulla shah

Classics

અવર્ણનીય

અવર્ણનીય

1 min
316

અમાપ, અદ્દભુત, અવિસ્મરણીય, અતુલ્ય,

અનોખું, અલગ, આહ્લાદક, અહા,અમૂલ્ય,


ઘાટ અલગ, રંગ અનેરાં, રૂપનાં અંબાર અનોખાં,

સર્જનહારની કેવી સુંદર,અલૌકિક વિશાળ લીલા,


અપ્રતિમ સૌંદર્ય, જીવ માત્ર અદ્વિતીય, રમણીય પ્રકૃતિ,

બેનમૂન ચિત્રકારી, ઝૂમે ધરા રુમઝુમ, સંગીતમય સૃષ્ટિ,


તેજોમય રવિ, ઝળહળ ઉષા, ઝાલર મંદિરની રણઝણતી,

ઊંચા પહાડો, ઊંડી ખીણો, ઊંડા દરિયા ને વિશાળ ધરતી,


શરમાય સંધ્યા, આભે ચંદ્ર, અગણિત તારલાં, નક્ષત્રો,

પૂનમ-અમાસ, ભરતી-ઓટ ને રાત-દિવસનો જલસો,


અવર્ણનીય રૂપ પ્રકૃતિનું, અદ્વિતીય સર્જન સર્જનહારનું,

અવર્ણનીય ચક્ર જીવનનું, રહસ્યમયી આ જીવતરનું,


અવર્ણનીય પ્રેમ નર-નારનો, માણસ સંવેદનાઓથી ભરપૂર,

અવર્ણનીય છવાય આનંદ, જીવન-મૃત્યુ વચ્ચે પ્રચુર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics