Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

prafulla shah

Others

4  

prafulla shah

Others

મઝધાર 2

મઝધાર 2

1 min
209


ચાલ્યો ગયો સાજન મારો મૂકી મઝધારે એકલી,

છોડી ગયો અધવચ્ચે, જીવનસાગરમાં મધ્યે હું એકલી !


શાને કર્યું ઈશ્વર આવું કૃત્ય, મારી કોઈ ભૂલ હતી ?

કેવો ક્રૂર કર્યો જુલમ ! સારસ બેલડીને ખંડી નાંખી !


કેવી રીતે તરીશ ભવસાગર, મઝધારે ભટક્યા કરીશ,

માઝી વગર સૂની મારી નાવ ભમ્મરમાં હું ડૂબી જઈશ !


પ્રભુ ! કોઈ રસ્તો બતાવો મને, ભવસાગર પાર કરવો છે,

દીવાદાંડી બની રસ્તો બતાવો, સામે કિનારે પહોંચવું છે !


એકલાં આવી એકલાં જવાનું, વાત સરસ સમજાઈ ગઈ,

મઝધારે ઉમટે મહેરામણ તોય હું હવે ગભરાઈશ નહિ !


કિનારો ભલે હોય દૂર છતાંય મઝધારે મૂંઝાઈશ નહિ,

રામનમે તરી જાય પથ્થર, તારાં નામે હું તરી જઈશ !


Rate this content
Log in