STORYMIRROR

prafulla shah

Classics Inspirational

4  

prafulla shah

Classics Inspirational

મઝધાર 3

મઝધાર 3

1 min
299

જીવન એક દરિયો, દરિયે મહેરામણ

સંગી એક જોઈએ ખેડવાને સાગર


જન્મનાં કિનારેથી જિંદગી જાય ચાલી

પહોંચવું સામે પાર, ડર રહે બહુ ભારી


કર્મોનાં હિસાબે જોડાઈએ સહુ આપણે,

જીવનસાગરની સફરમાં રહે સહુ સંગાથે!


હોય એક જીવનસાથી તો જીવન બની જાય ઉત્સવ,

હોંશે હોંશે ખેડીએ, જીવનસાગરની આકરી સફર !


હોય સંગાથ સુંદર તો તરી જવાય સાગર,

મહેરામણ ઉમટે મઝધારે તોય ના રહે કોઈ ડર !


મઝધારે બને તોફાની તો યાદ કરી લઉં પાપ મારાં,

નહિ ડૂબવા દે નાવ મારી છે વિશ્વાસ મનમાં !


પહોંચું પેલે પાર તો પરમાત્માનું થાય મિલન!

હોય વેરી માઝમરાત તોય તરવુ દરિયા જેવું જીવન !


Rate this content
Log in

Similar gujarati poem from Classics