Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

prafulla shah

Abstract

3  

prafulla shah

Abstract

વીજળી

વીજળી

1 min
164

આવે અષાઢી બીજ મલપતી ચમકે આકાશે વીજ !

ઈશ્વરે મોકલ્યું ચોમાસુ, મસ્ત વરસાદી જળ તું સિંચ !

ઘોર ગોરંભાય આકાશ ભારે ગડગડાટ કરે વાદળ !

પથરાય તેજલીસોટા ને કડાકાભડાકા થાય !

ડરાવી દે પ્રકૃતિને આગમન એનું એવું ધમાકેદાર !

વાયરો વીંઝે વીંઝણો ઝીંક કેવી એની જોરદાર !

મોરલાના મીઠાં ટહુકા ને ઢેલ નાચતી ગહેંકે અપાર !

ડરાવે ચમકારા વીજળીનાં તેજ લીસોટા અંકાય !

ભગવાનના ઘરનાં વાગ્યાં નગારા કાજળકાળી રાતે ! 

વરસે જળ, સજી રમ્ય સ્વરૂપ, સૃષ્ટિ સુંદર નિખરે !

મિત્રતા વાદળ વીજળીની હિંચે, ઊંચે આભને હિંડોળે,

બારે મેઘ થાય ખાંગા તૃપ્ત થાય માનવ, ધરા ને પ્રકૃતિ !

ક્ષણભરમાં થાય વીજળી, ક્ષણમાં સમાઈ જાય !

મોંઘેરો મનુષ્ય દેહ પણ ક્ષણભરમાં રાખ થઈ જાય !

મન મૂકીને વરસે વારિ, માનવ ! તું મન મૂકીને જીવ !

દેહની ક્ષણભંગુરતા સમજી જ્ઞાનનું જળ તું સિંચ !

Rate this content
Log in

Similar gujarati poem from Abstract