Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

prafulla shah

Others

3  

prafulla shah

Others

સચરાચરમાં શ્યામ

સચરાચરમાં શ્યામ

1 min
179


કલૈયા કામણગારા કાનુડાની કેવી અંતર્યામી વાતો !

ઘેલી ઘેલી વાતોમાં છૂપાયાં જીવતરનાં અગાધ રહસ્યો !


જન્મ્યો દેવકીનંદનની કોખે વાસુદેવ-યશોદાનો લાલો,

પ્રેમ કર્યો રાધાને પણ પામવાનો નહિ કોઈ દાવો !


ઘેલું કર્યું ગામ ગોકુળિયું, ગોપગોપીઓનાં સંગે !

માથે મોરપીંછ ધરીને વાંસલડી રૂડી વગાડી તરંગે !


રાધા, વાંસળી, ગામ ગોકુળિયું ત્યાગી ધર્યું સુદર્શન ચક્ર !

સત્યનાં જ પક્ષે રહી કાનજી પાંડવનાં બની ગયાં મિત્ર !


સારથી બની મિત્ર અર્જુનનો રથ હાંક્યો યુદ્ધમોરચે !

જીવન પણ છે યુદ્ધ ! આવ, સારથી બન જીવનરથ પર !


કૃષ્ણ સરખો હોય સખો તો જીવનનો દૂર થઈ જાય ડર !

કૃષ્ણ સરખો હોય સખો તો ભવોભવના ઉતરે ભાર !


કૃષ્ણ સરખો હોય સખો તો ભવાંતરનાં ફેરા ફૉક !

કૃષ્ણ સરખો હોય સખો તો જીવનમાં ના કોઈ શોક !


દ્રૌપદીનાં સખાએ અદ્રશ્ય રહી ભરી સભામાં પૂર્યાં ચીર !

સિદ્ધાંત કર્મનો સમજાવ્યો, સારથી અર્જુનના ગિરધર !


કામણ કેવાં કર્યાં કાનુડાએ, વિશ્વ રટ્યાં કરે હરે કૃષ્ણ !

ભીડ પડે જીવનમાં કોઈ તો યાદ કરે રાધે કૃષ્ણ !


વાયુ સંગ મોકલ સંદેશ શ્યામ, અવતાર ધરી ક્યારે આવીશ ?

અદ્રશ્ય રૂપે કહી દે કાનમાં, ભવ મારો ક્યારે તારીશ ?


હોય હાથ માથે માધવનો તો જીવન બની જાય ધન્ય !

હોય સાથ રાધાનાં સ્વામીનો તો જીવન બની જાય રમ્ય !


તું છે દિલમાં, તું છે મનમાં, તું તો સચરાચરમાં !

અત્ર, તત્ર, સર્વત્ર તું, તું ધરતીનાં કણકણમાં !


Rate this content
Log in